વાર્ષિક ઉત્સવ – ૨૦૨૬

વાર્ષિક ઉત્સવ – ૨૦૨૬

આપણા બ્રહ્મસમાજના સૌ માનનીય સભ્યશ્રીઓ ની ૫૩મી વાર્ષિક સામાન્ય સભા રવિવાર તા. ૩૦/૦૮/૨૦૨૬ ના રોજ સવારે ૯ કલાકે શ્રી કામનાથ મહાદેવ મંદિર હોલ, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ (લોયલા) સામે, દર્પણ છ રસ્તા પાસે, નવરંગપુરા, અમદાવાદ ખાતે રાખેલ છે. પ્રણાલિકા મુજબ સાથે સ્નેહમિલન, વાર્ષિક ઉત્સવ, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામો આપવાના તથા સમૂહ બહુજન ના કાર્યક્રમનું આયોજન કરેલ છે. તો આપ સર્વે પરિવાર સાથે જરૂર ઉપસ્થિત રહો તેવું આગ્રહ ભર્યું નિમંત્રણ છે.

સર્વપિતૃના શ્રેયાર્થે ભોજનપ્રસાદ –  વિષ્ણુ સહસ્ત્રનામ – 2026

સર્વપિતૃના શ્રેયાર્થે ભોજનપ્રસાદ – વિષ્ણુ સહસ્ત્રનામ – 2026

આગામી તારીખ ૧૨/૦૪/૨૦૨૬ રવિવારના રોજ આપણા સમાજના સર્વપિતૃના શ્રેયાર્થે ભોજન પ્રસાદનું આયોજન કરેલ છે. જેમાં સાથે વિષ્ણુ સહસ્ત્રનામ / હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરેલ છે. શક્ય હોય તો બુક સાથે લાવવી. ભોજન પાસ મેળવવાની / નોંધાવવાની છેલ્લી તારીખ : ૦૮/૦૪/૨૦૨૬ રહેશે.

સ્થળ : શ્રી કામનાથ મહાદેવ પટાંગણ હોલ, લોયલા સ્કૂલ સામે, દર્પણ ૬ રસ્તા, નવરંગપુરા, અમદાવાદ
સમય : સાંજે ૬ થી ૭ વાગ્યા સુધી
ભોજન : સાંજે ૭.૩૦ કલાકે

પ્રવાસ આયોજન – ૨૦૨૫

પ્રવાસ આયોજન – ૨૦૨૫

આગામી ૦૨ ફેબ્રુઆરી ૨૦૨૫, રવિવારના રોજ પ્રસિદ્ધ સ્થંભેશ્વર મહાદેવ, કાવી કંબોઈના એક દિવસના પ્રવાસનું આયોજન કરેલ છે. આપણા સમાજના ૫૧ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગ રૂપે વ્યક્તિદિધ માત્ર ૫૦૦ રૂપિયા શુલ્ક રહેશે. વહેલી તકે રેજીસ્ટ્રેશન માટે પરિપત્રમાં જણાવેલ કોઈ પણ એક સભ્યનો સંપર્ક કરશો.

ગાયત્રી યજ્ઞ – 2024

ગાયત્રી યજ્ઞ – 2024

આ વર્ષે આપણો ધાર્મિક કાર્યક્રમ 29/12/2024 નાં રોજ રાખેલ છે . તે માટે ગાયત્રી યજ્ઞનું આયોજન કરેલ છે . તેમાં ભાવિક યજમાન માટે 1100/-રુ ભરી નામ નોંધાવી શકશો .તે માટે આપને અનુષ્ઠાન કરવાની અનુકૂળતા રહે તે માટે વહેલાસર નામ નોંધાવી દેશો . ગાયત્રી ને વેદમાતા કહેવાય છે. આ યજ્ઞમાં સૂર્યનારાયણ ની આરાધના પણ કરવામાં આવે છે . આ યજ્ઞને સંસારનો આત્મા મનાય છે . આ યજ્ઞથી સ્વસ્થ જીવન ની પ્રાપ્તિ પણ થાય છે.

વાર્ષિક ઉત્સવ – ૨૦૨૬

વાર્ષિક ઉત્સવ – 2024

આપણા બ્ર્હમસમાજના સૌ માનનીય સભ્યશ્રીઓની 51મી વાર્ષિક સામાન્ય સભા રવિવાર તારીખ 01-09-2024 ના રોજ સવારે 9.૦૦ કલાકે શ્રી કામનાથ મહાદેવ મંદિર હોલ, સેન્ટ ઝેવીઓંસ લોયલા સ્કૂલ સામે, દર્પણ 6 રસ્તા પાસે, નવરંગપુરા, અમદાવાદમાં રાખેલ છે. પ્રણાલિકા મુજબ સાથે સ્નેહમિલાન વાર્ષિક ઉત્સવ, ઇનામ વિતરણ અને સમૂહ ભોજનનું આયોજન કરેલ છે.

સર્વપિતૃના શ્રેયાર્થે ભોજનપ્રસાદ – આનંદનો ગરબો 2024

સર્વપિતૃના શ્રેયાર્થે ભોજનપ્રસાદ – આનંદનો ગરબો 2024

તારીખ ૫/૫/૨૦૨૪ – રવિવારના રોજ આપણા સમાજના સર્વ પિતૃના સ્મરણાર્થે ભોજન પ્રસાદનું આયોજન કરેલ છે. જેમાં સાથે માતાજીના આનંદના ગરબાનું તથા નાના બાળકોના કાર્યક્રમનું આયોજન કરેલ છે. વધુ વિગતો વેબસાઈટ પર મુકેલ છેલ્લા પરિપત્ર માંથી મળી શકશે.

    [recaptcha]