ઔદિચ્ય અગીયારસે બ્રહ્મસમાજ અમદાવાદ
અંગ્રેજો અને મોગલોના રાજ્યો પહેલા ગુજરાતના ઘણા મોટા વિસ્તારમાં અને માળવા સુધી સોલંકી કુળના રાજાઓનું રાજ્ય હતું. તે પૈકીના કેટલાક રાજાઓ ધર્મપ્રેમી અને યજ્ઞો તથા પૂજા અર્ચનાના વૈદિક વિધાનોમાં પણ શ્રદ્ધા ધરાવતા હતા. તે સમયે ઉત્તર ભારતનાં ઘણા પ્રદેશોમાં વેદો, ઉપનિષદો, પુરાણો તથા આપણા આદિગુરુ શંકરાચાર્યજીની હિન્દૂ ફિલસૂફીના જાણકાર બ્રાહ્મણો વસવાટ કરતા હતા. સોલંકી રાજાઓએ ઘણા મોટાં યજ્ઞ અને આનુસંગિક પૂજા અર્ચનાનું આયોજન કરવાનું નક્કી કર્યું અને તેને લગતા બધ્ધાજ કાર્યો શાસ્ત્રોક્ત અને વૈદિક વિધિથીજ થાય તે માટે ઉત્તર ભારતમાં વસતા વિદ્વાન બ્રાહ્મણોને ખુબ સન્માન પૂર્વક આમંત્રણ આપી ઉપરોક્ત કાર્યોનો હવાલો સોંપ્યો. નક્કી કરેલ બધ્ધા કાર્યો પૂર્ણ થતા મહેમાન બ્રાહ્મણોએ પોતાના વતનમાં જવા માટે રજા માંગી ત્યારે તે સમયના રાજાએ ગુજરાતમાં જ્ઞાન વિજ્ઞાનનું અધ્યયન અને શિક્ષણ ચાલુ રહે તે માટે મેહમાન બ્રાહ્મણોને આગ્રહપૂર્વક રોક્યા. તે સર્વે ઔદીચ્ય બ્રાહ્મણ કહેવાયા. તેમને તેમની આજીવિકા માટે જુદા જુદા જૂથોમાં વહેંચી જુદા જુદા વિસ્તારોના ગામોમાં વસવાટ કરી શકે તે માટે ગામો અને જમીનો દાનમાં આપી. આવા અગિયારસો બ્રાહ્મણોના એક જૂથને સિહોર અને આજુ બાજુના ઘણા મોટા વિસ્તારમાં ગામો અને જમીનો આપી. તે જૂથ શ્રી સિહોર સંપ્રદાય ઔદીચ્ય અગિયારસે બ્રાહ્મણ તરીકે ઓળખાય છે…
સામાજિક પ્રવૃત્તિઓ

સમુહ ધાર્મિક કાર્યક્રમ
સંસ્થા દ્વારા 1997ના વર્ષથી વર્ષમાં એક વાર સમૂહ ધાર્મિક કાર્યક્રમ યોજવાની પરંપરા શરુ કરવામાં આવી છે. ભાગવત પારાયણ જેવા આઠ દિવસના કાર્યક્રમથી લઈને લઘુરુદ્ર, મહારુદ્ર, ગણેશ યાગ, વિષ્ણુ યાગ, સરસ્વતી યજ્ઞ, લક્ષ્મી યજ્ઞ જેવા અનેક મોટા અને વિવિધ કાર્યક્રમોનું સંસ્થા સફળતાપૂર્વક આયોજન કરી ચુકી છે.

શૈક્ષણિક પ્રવૃત્તિઓ
શૈક્ષણિક સહાય અંતર્ગત સમાજના જરૂરિયાતમંદ વાલીઓ તથા વિદ્યાર્થીઓ માટે આર્થિક સહાય, તેજસ્વી વિદ્યાર્થીઓની સિદ્ધિઓને બિરદાવતા આકર્ષિત ઇનામ વિતરણ તેમજ વિદ્યાર્થીઓને જરૂર મુજબ સસ્તા દરે નોટબુક ચોપડાનું વિતરણ વગેરે જેવા કાર્યો સંસ્થા સ્થાયી ફંડની રચના સાથે કરી રહી છે.

તબીબી સહાય
દવાઓ અને તબીબી સારવારના વધી રહેલા ખર્ચ વચ્ચે મર્યાદિત આથિર્ક સાધનો વાળા આપણા સમાજના સભ્યો અને તેમના કુટુંબને તબીબી સહાય કરીને મદદરૂપ થવા સંસ્થા પ્રયત્નશીલ છે. દાતાઓના અવિરત અનુદાન સાથે અપને તબીબી સહાય માટે પણ અલગ સ્થાયી ફંડની સ્થાપના કરેલ છે.

સાંસ્કૃતિક અને સામાજીક પ્રવૃત્તિઓ
બટુકોને સમૂહમાં યજ્ઞોપવિત સંસ્કાર, લગ્નોત્સુક યુવકો-યુવતીઓના પરિચય, રાસ ગરબા અને પ્રવાસ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો, યુવાઓ અને બાળકો માટેનો કલચરલ પ્રોગ્રામ વગેરે જેવી બાબતોનો પણ સમાવેશ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે|.
આગામી કાર્યક્રમ
સર્વપિતૃના શ્રેયાર્થે ભોજનપ્રસાદ – વિષ્ણુ સહસ્ત્રનામ – 2026
આગામી તારીખ ૧૨/૦૪/૨૦૨૬ રવિવારના રોજ આપણા સમાજના સર્વપિતૃના શ્રેયાર્થે ભોજન પ્રસાદનું આયોજન કરેલ છે. જેમાં સાથે વિષ્ણુ સહસ્ત્રનામ / હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરેલ છે. શક્ય હોય તો બુક સાથે લાવવી. ભોજન પાસ મેળવવાની / નોંધાવવાની છેલ્લી તારીખ : ૦૮/૦૪/૨૦૨૬ રહેશે. સ્થળ :...
પ્રવાસ આયોજન – ૨૦૨૫
આગામી ૦૨ ફેબ્રુઆરી ૨૦૨૫, રવિવારના રોજ પ્રસિદ્ધ સ્થંભેશ્વર મહાદેવ, કાવી કંબોઈના એક દિવસના પ્રવાસનું આયોજન કરેલ છે. આપણા સમાજના ૫૧ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગ રૂપે વ્યક્તિદિધ માત્ર ૫૦૦ રૂપિયા શુલ્ક રહેશે. વહેલી તકે રેજીસ્ટ્રેશન માટે પરિપત્રમાં જણાવેલ કોઈ પણ એક સભ્યનો...
ગાયત્રી યજ્ઞ – 2024
આ વર્ષે આપણો ધાર્મિક કાર્યક્રમ 29/12/2024 નાં રોજ રાખેલ છે . તે માટે ગાયત્રી યજ્ઞનું આયોજન કરેલ છે . તેમાં ભાવિક યજમાન માટે 1100/-રુ ભરી નામ નોંધાવી શકશો .તે માટે આપને અનુષ્ઠાન કરવાની અનુકૂળતા રહે તે માટે વહેલાસર નામ નોંધાવી દેશો . ગાયત્રી ને વેદમાતા કહેવાય છે. આ...
વાર્ષિક ઉત્સવ – 2024
આપણા બ્ર્હમસમાજના સૌ માનનીય સભ્યશ્રીઓની 51મી વાર્ષિક સામાન્ય સભા રવિવાર તારીખ 01-09-2024 ના રોજ સવારે 9.૦૦ કલાકે શ્રી કામનાથ મહાદેવ મંદિર હોલ, સેન્ટ ઝેવીઓંસ લોયલા સ્કૂલ સામે, દર્પણ 6 રસ્તા પાસે, નવરંગપુરા, અમદાવાદમાં રાખેલ છે. પ્રણાલિકા મુજબ સાથે સ્નેહમિલાન વાર્ષિક...



