ઔદિચ્ય અગીયારસે બ્રહ્મસમાજ અમદાવાદ

અંગ્રેજો અને મોગલોના રાજ્યો પહેલા ગુજરાતના ઘણા મોટા વિસ્તારમાં અને માળવા સુધી સોલંકી કુળના રાજાઓનું રાજ્ય હતું. તે પૈકીના કેટલાક રાજાઓ ધર્મપ્રેમી અને યજ્ઞો તથા પૂજા અર્ચનાના વૈદિક વિધાનોમાં પણ શ્રદ્ધા ધરાવતા હતા. તે સમયે ઉત્તર ભારતનાં ઘણા પ્રદેશોમાં વેદો, ઉપનિષદો, પુરાણો તથા આપણા આદિગુરુ શંકરાચાર્યજીની હિન્દૂ ફિલસૂફીના જાણકાર બ્રાહ્મણો વસવાટ કરતા હતા.

સોલંકી રાજાઓએ ઘણા મોટાં યજ્ઞ અને આનુસંગિક પૂજા અર્ચનાનું આયોજન કરવાનું નક્કી કર્યું અને તેને લગતા બધ્ધાજ કાર્યો શાસ્ત્રોક્ત અને વૈદિક વિધિથીજ થાય તે માટે ઉત્તર ભારતમાં વસતા વિદ્વાન બ્રાહ્મણોને ખુબ સન્માન પૂર્વક આમંત્રણ આપી ઉપરોક્ત કાર્યોનો હવાલો સોંપ્યો. નક્કી કરેલ બધ્ધા કાર્યો પૂર્ણ થતા મહેમાન બ્રાહ્મણોએ પોતાના વતનમાં જવા માટે રજા માંગી ત્યારે તે સમયના રાજાએ ગુજરાતમાં જ્ઞાન વિજ્ઞાનનું અધ્યયન અને શિક્ષણ ચાલુ રહે તે માટે મેહમાન બ્રાહ્મણોને આગ્રહપૂર્વક રોક્યા. તે સર્વે ઔદીચ્ય બ્રાહ્મણ કહેવાયા. તેમને તેમની આજીવિકા માટે જુદા જુદા જૂથોમાં વહેંચી જુદા જુદા વિસ્તારોના ગામોમાં વસવાટ કરી શકે તે માટે ગામો અને જમીનો દાનમાં આપી. આવા અગિયારસો બ્રાહ્મણોના એક જૂથને સિહોર અને આજુ બાજુના ઘણા મોટા વિસ્તારમાં ગામો અને જમીનો આપી. તે જૂથ શ્રી સિહોર સંપ્રદાય ઔદીચ્ય અગિયારસે બ્રાહ્મણ તરીકે ઓળખાય છે.

અમદાવાદ અને આજુબાજુના વિસ્તારોમાં ઉદ્યોગોમાં તથા વેપાર ધંધામાં તકો વધતા ધીરે ધીરે શ્રી સિહોર સંપ્રદાય ઔદીચ્ય અગિયારસે બ્રાહ્મણોએ તે તરફ પ્રયાણ કર્યું અને ધીરે ધીરે તેમની સંખ્યા પણ વધવા લાગી તથા તેઓ અહીં કાયમી ધોરણે સ્થિર થયા.

સંસ્થાનો પરિચય

વડીલોએ ચોક્કસ હેતુઓ ધ્યાનમાં રાખી સમાજ પોતાની પ્રવૃત્તિઓ અને કાર્યો પારદર્શિકતાથી ડેમોક્રેટિક પદ્ધતિથી કામ કરે તે માટે લગભગ 50 વર્ષ પહેલા (1970) બંધારણ અને નિયમો તૈયાર કરી ચેરીટેબલ ટ્રસ્ટ તરીકે રજીસ્ટ્રેશન મેળવ્યું અને “શ્રી સિહોર સંપ્રદાય ઔદીચ્ય અગિયારસે બ્રાહ્મણ મિત્ર મંડળ” ના નામે ઓળખ ઉભી થઇ. ધીરે ધીરે સૌના પ્રયત્નોથી સભ્ય સંખ્યામાં વધારો થતો રહ્યો. વાર્ષિક સામાન્ય સભા સાથે તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ અને સમૂહ ભોજનનો કાર્યક્રમ યોજવાનું નિયમિત બન્યું. બટુકોને સમૂહ યજ્ઞોપવિત, લગ્નોત્સુક દીકરા-દીકરીઓનો મેળાવડો, ગરબા, પ્રવાસ, રમતગમત જેવા સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થતું રહ્યું. બ્રાહ્મણ પરિવારોના રસ અને વિશ્વાસ વધતા સ્વૈચ્છીક ફાળાની રકમ પણ ધીરે ધીરે વધવા લાગી.

વર્ષ 1997 માં સમૂહ ભાગવત સપ્તાહના આયોજનની શરુઆત સાથે બ્રાહ્મણ પરિવારોમાં ધર્મના સંસ્કારોનું સિંચન થાય એ માટે દર વર્ષે આપણે એક સમૂહ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવાની પ્રણાલિકા શરુ કરી અને આ કાર્યક્રમને ખુબ સારો પ્રતિભાવ મળ્યો. 

સમય પસાર થતો ગયો તેમ મિત્રમંડળના જરૂરી ફેરફારો સાથે નામમાં નાના ફેરફાર (શ્રી સિહોર સંપ્રદાય ઔદીચ્ય અગિયારસે બ્રહ્મસમાજ) સાથે વધુ સ્પષ્ટ હેતુઓ અને ફરજો તથા કાર્યો આગળ વધી રહ્યા છે. ધીરે ધીરે સંસ્થાના આજીવન સભ્યોની સંખ્યા 1000 જેટલી થઇ છે.

વિશ્વાસ વધતા દાતાઓ ઘણી ઉદારતાથી ફાળો આપે છે તેથી

1) નોટબુક ચોપડા વિતરણ
2) વિદ્યાર્થીને આર્થિક સહાય
3) ઇનામ વિતરણ
4) માંદગીમાં આર્થિક સહાય
5) સમૂહ ધાર્મિક કાર્યક્રમો
6) સાંસ્કૃતિક અને સામાજિક કાર્યો તથા
7) સર્વેનાં પિતૃઓના શ્રેયાર્થે વિશેષ સમૂહ ભોજન જેવા કાર્યો માટે માટે પણ સંસ્થા કાર્યરત છે.

    [recaptcha]